ઈ.સ. ૧૯૧૯સુધીમાં પ્રથમ પરિષદ ભરાઈ ત્યારબાદ ઈ.સ. ૧૯૨૭ સુધીમાં બીજી પાંચ પરિષદો ભરાઈ આ ઠરાવો જોતા 'કાછિયા પાટીદાર' અને 'પાટીદાર' ના જ્ઞાતિ સંબોધનો યોગ્ય જણાતા એ સંબોધનો જ ચાલુ રહ્યા અને રેહશે.
આપણી જ્ઞાતિનો મૂળ વ્યવસાય ખેતીનો છે જેમાં ખાસ કરીને લીલાશાકભાજી-ફળફળાદી રોકડીઆ અન્ય ખેતીના પાકો કરે છે. શાકભાજી વેચાણ વ્યવસાયમાં અન્ય લોકોની સરખામણીમાં નહીંવત્ લોકો છે. મૂળ વ્યવસાય આજે પણ ખેતીનો છે. ઓછી જમીનમાં ઓછા ખર્ચે વિશેષ ઉત્પાદન લેવું એ આપણા સમાજની ખાસિયત છે. ખેતપ્રધાન દેશમાં એનું આપણે ગૌરવ લઇ શકીએ છીએ.
ખેતીના વ્યવસાય સાથે હીરાઉધોગમાં પણ કેટલાંક જોડાયા, હીરાના વેપારી પણ બન્યા. મોટાભાગની યુવાપેઢી આ વ્યવસાયમાં પડવાથી ભણતરની એક સમસ્યા ઉભી થઇ ચિંતાનો વિષય બન્યો. છતાં જ્ઞાતિનાં ઘણાં ખરાં સારી એવી ડીગ્રી મેળવી, આર્ટ્સ, સાયન્સ, કોમર્સ ગ્રેજ્યુએટ થયા. કેટલાંક શિક્ષક, વકીલ, એન્જીનિયર, ડોક્ટર પણ બન્યા. બહેનોમાં પણ ભણતરનું પ્રમાણ વધ્યું અને દિન પ્રતિદિન વધતું જ રહ્યું છે. બહેનોમાં પણ ગ્રેજ્યુએટ થઈ આગવું સ્થાન ભોગવે છે જેનું આપણે ગૌરવ લઇ શકીએ છીએ.
પરદેશોમાં વસતી આપણી જ્ઞાતિનાં ભાઈ-બહેનોની વસતી પણ ઘણી મોટી છે એઓ પણ ત્યાં સમાજ સંગઠન અને એના ઉત્કર્ષ માટે બનતા પ્રયત્નો અવશ્ય કરે છે. જ્ઞાતિ પ્રગતિના પંથે આગર વધી રહી છે. જ્ઞાતિના વાડા તોડતી, કુરિવાજોને નાબુદ કરતી પ્રચંડ વેગથી આગર વધી રહી છે.