દક્ષિણ ગુજરાત કાછિયા પાટીદાર સમાજની પ્રવુત્તિઓ
દરેક ગામોમાં અધિવેશન રાખવા, ઇનામ-લોન-સ્કોલરશીપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા, સમૂહ લગ્નનું આયોજન, વૈદકીય આરોગ્ય ફંડ એકત્રિત કરવું, શેક્ષણિક પ્રવુત્તિઓ, રેલ રાહત, ભૂકંપ, સુનામી, વાવાઝોડા અન્ય રાહત કાર્યો,વડીલ વંદના, શ્રદ્ધાસુમન વ્યાખ્યાનમાળા, દ્રિમાસિક પત્રિકા 'પથદર્શક', વિધવા-ત્યકતા ફંડ, બેટીબચાવ અભિયાન, સ્ત્રી ભ્રૂણ હત્યા, વિકલાંગ(દિવ્યાંગ) સમ્માન, વસ્તી ગણતરી સમાજદર્પણ ભાગ - ૧ -૨ પ્રસ્તુત કરવા, ઘલાં સંસ્કાર ભારતી વિદ્યાલયની સ્થાપના, સમાજ પ્રવુત્તિઓની મીટીંગ, અન્ય કામકાજ અંગે કાર્યાલય માટે બારડોલી માં મકાન ખરીદવામાં આવ્યું. વ્યસન મુકિત, પ્રત્યેક કુટુંબમાંથી આજીવન શભ્ય બનાવવા, સામાજિક કુરિવાજોને તિલાંજલિ, કોઈના પણ મૃત્યુ પ્રસંગે શોકસંદેશ મોકલવા, પ્રવુત્તિઓ માટે દાન મેળવવું. બ્લડ ડોનેશન કેમ્પ.
યુવા સંગઠન પ્રવુત્તિઓ
વિદ્યાર્થીઓને વ્યવસાયલક્ષી માર્ગદર્શન આપવા કારકીર્દીના ઝરુખેનું આયોજન. ક્રિકેટ, વોલિબોલ ટુર્નામેન્ટનું આયોજન, નેત્રશિબિરનું આયોજન, ટેલીફોન ડીરેકટરી, સમુહલગ્ન અને ઇનામ વિતરણ સમારોહમાં પણ ઉપયોગી થવું. અવિવાહિતો માટે સમારોહનું આયોજન.
મહિલા સંગઠન પ્રવુત્તિઓ
બાલિકાઓ માટે રાસ-ગરબા, ભજન, નૃત્ય, લોકગીતો, લગ્નગીતો, વેશભૂષાનું આયોજન, અવિવાહિતોનું સંમેલન, સંસ્કૃતિક કાર્યક્રમ, સમૂહ લગ્ન તેમજ ઇનામ-લોન-સ્કોલરશીપ ના આયોજનોમાં મદદરૂપ થવું.