પ્રમુખશ્રીનું નિવેદન
આદરણીય જ્ઞાતિજનો,
આપ સૌને સવંત ૨૦૭૨ અને ઈ.સ. ૨૦૧૬ના નમસ્કાર. આ વર્ષ પ્રગતિમય અને આનંદમય નીવડો, સુખાકારી અને સમૃદ્ધિ સાથે શાંતિ અર્પે એવી પ્રાર્થના. આપણો દક્ષિણ ગુજરાત કાછિયા પાટીદાર સમાજ ઘણી મોટી વસ્તી ધરાવતો સમૂહ છે. સમાજમાં સારી એવી સંખ્યામાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને ઉચ્ચકોટીએ પોહોંચેલ મહાનુભાવો ઉદૂભવ્યા છે. એ પ્રશંસાને પાત્ર છે. 'સમાજદર્પણ ' નો પ્રથમ ભાગ ૧૯૯૨-૯૩ ના વર્ષમાં પ્રગટ કરવામાં આવ્યો હતો. ખુબ જ માહિતી સભર અંક હતો. પ્રથમ ભાગ પ્રગટ કરનારા સૌને અભિનંદન, ધન્યવાદ અને પ્રણામ પાઠવું છું.સમાજદર્પણનો બીજો ભાગ પણ આપણે ૨૩ વર્ષ બાદ પ્રગટ કરીએ છીએ જેનો આનંદ છે.
સમાજદર્પણ અપના સમાજની શેક્ષણિક, સામાજિક, ધાર્મિક, વ્યવસાયિક, આર્થિક, રાજકીય તેમજ ભોગોલિક સ્થિતિ દર્શાવતી એક તસ્વીર છે. દેશ-પરદેશમાં વસતા સૌની માહિતી આ અંક માંથી મળી રહે છે. ક્યા ક્યા ગામોમાં શિક્ષણની શું પરિસ્થિતિ છે. આર્થિક પરિસ્થિતિનો, અન્ય તમામ પરિસ્થિતિનો ખ્યાલ આવી શકે છે. અને એ ક્ષેત્રે શું કરવાનું છે તે વિચારી શકાય. આ અંક માત્ર વસ્તી દર્શન જ નથી પણ આપણું પરિવાર દર્શન છે. આ અંક પ્રગટ કરવામાં દ.ગુ.કાછિયા પાટીદાર સમાજનું ટ્રસ્ટીમંડળ, મહામંડળ, યુવાસંગઠન, મહિલા સંગઠન, પથદર્શક સમિતિ, સંપાદન સમિતિ, જાહેરાત સમિતિ, દાન સમિતિના પ્રતીનીધીઓનો જ સહકાર મળ્યો છે. એ સૌનો આભાર માની લઉં છું. સૌના સહકાર સહયોગ થી આપણે અનેકવિધ પ્રવુત્તિઓ ચલાવીએ છીએ. દ.ગુ.કા.પા.સમાજ દ્વારા યુવા સંગઠન અને મહિલા સંગઠનની પણ સ્થાપના કરી છે. આ સંગઠનો દ્વારા પ્રત્યેક ગામ પોત પોતાની અનુકૂરતા મુજબ વિવિધ પ્રવુત્તિઓ કરે છે.
હવે અપને જોઈશું વિવિધ પ્રવુતીઓ વિષે- સમૂહ લગ્નનું આયોજન, ઇનામ-લોન વિતરણ, કારકીર્દીના ઝરુખેથી, બાળપ્રતિભા શોધ -સંસ્કૃતિક કાર્યક્રમ, વોલીબોલ-ક્રિકેટ ટુર્નામેન્ટ, નેત્રયજ્ઞ-મેડીકલ ચેકઅપ કેમ્પ, મેડીકલ રિલીફ ફંડ, બ્લડ ડોનેશન, આગ અને રેલ રાહતના કામો-શેક્ષણિક પ્રવુત્તિઓ, ઘલાં ગામમાં વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ સમજી એક નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાની સ્થાપના કરી. મફત આંખના ઓપરેશન અને લેન્સ ચશ્માંનું આયોજન, દુષ્કાળ, ત્સુનામી-ભૂકંપ માં પણ આર્થિક અને સેવાકીય પ્રવુત્તિઓ પણ કરે છે. જે તે સમયે જે તે વ્યક્તિઓ, દાનવીરો સમાજની પ્રવુત્તિઓમાં સક્રિય રહ્યા છે. દાનવીરોએ સમાજની પ્રવુત્તિઓ માટે દાન આપ્યા છે. એમની યાદમાં શ્રદ્ધાસુમન વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવે છે. સૌ પ્રથમ વખત ૨૦૧૫માં વડીલ વંદનાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ૭૫ વર્ષના સૌ વડીલ-ભાઈ-બહેનો અને દામ્પત્ય જીવનના ૫૦ વર્ષ પૂર્ણ કર્યા હોય એવા સૌનું પુષ્પગુચ્છ, સન્માનપત્ર, સ્મૃતિભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રવુત્તિઓ ચલાવવા માટે યોગ્ય સમયે યોગ્ય દાનવીરો પણ મળ્યા છે. સૌ દાનવીરોની પણ નોંધ લઈએ છીએ. સૌને બિરદાવી સૌનો આભાર માનું છું.
દક્ષિણ ગુજરાત કાછિયા પાટીદાર સમાજ ચેરિટી કમીશનરની કચેરીમાં નોંધાયેલ રજિસ્ટડ ટ્રસ્ટ છે. જેનો નોધણી નંબર એ/૨૫૬૯ છે. દર વર્ષે વાર્ષિક સાધારણ સભામાં ઓડીટરશ્રી તરફથી ઓડીટ થયેલાહિસાબો વાંચનમાં લેવામાં આવે છે. સમાજના નિયત બંધારણ મુજબ તમામ કાર્યવાહી કરવામાં આવે છે. દ.ગુ.કા.પા. સમાજના ૪૧ કારોબારી સભ્ય, ૧૧ ટ્રસ્ટીઓ, ૪૧ યુવા સભ્યો, ૪૧ મહિલા સભ્યો, ૧૧ આમંત્રિત સભ્યો, મળી કુલ ૧૪૫ સદસ્યોની કારોબારી બની છે. દરેક મિટિંગમાં ૮૦ થી ૧૦૦ જેટલી સંખ્યા હોઈ છે. કોઇપણ નિર્ણય સર્વાનુમતે લેવાય. દ્રિવાર્ષિક અધિવેશનમાં ૧૨૦૦ થી ૧૫૦૦ જેટલા જ્ઞાતિજનો ભેગા થાય છે. પ્રતિનિધિઓની પસંદગી થાય છે. ત્યારબાદ હોદેદારોની વરણી કરવામાં આવે છે. મારી બે-ટર્મ માટે પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી. શક્ય એટલી દરેક પ્રવુત્તિઓને ન્યાય આપ્યો છે.
કેટલાંક ભાઈ-બહેનો-વડીલોની સમાજમાં કેટલાક રીત-રીવાજોમાં સુધારા-વધારા અંગે પણ રજૂઆત થઇ આ અંગે પણ અવશ્ય વિચારશું. સામાજિક કુરિવાજોને સ્વેચ્છિક રીતે તિલાંજલિ અપાઈ એ અત્યંત જરૂરી છે. રાત્રિલગ્ન, સમુહલગ્ન, વિવાહ, મરણ અંગેના સૂચનોનો ક્રમશ: અમલ અવશ્ય કરીશું.
આપણા સમાજના દાનવીરોને નમ્રવિનંતી કે સવાસ્થ્ય(મેડીકલ) ફંડમાં તેમજ કોર્પસ ફંડમાં વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ અર્થે મોટી રકમની જરૂરિયાત હોઈ ત્યારે વગર વ્યાજે લોન આપવામાં આવે જેથી વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારકિર્દી જોખમાય નહીં. આપણા ભવિષ્યના યુવા ધનને એમની કારકિર્દી વિક્સાવવાની તક આપવી આપણી ફરજ સમજીશું.
દ.ગુ.કાછિયા પાટીદાર સમાજ આટલી બધી પ્રવુત્તિઓ સમાજના ઉત્થાન માટે કરે છે. તો એની ઓરખ અને સગવડતા માટે એક મકાન હોવું જોઈએ એવી લોક લાગણી હતી. આ લોક લાગણીને ધ્યાનમાં લઇ બારડોલી શ્રી સાંઈ રેસીડેન્સીમાં એક ફલેટ ખરીદ્યો છે એ માટે તન -મન -ધનથી સાથ સહકાર અને યોગ્યદાનની કરુણા વરસાવશો એવી અપેક્ષા. નામકરણવિધિ માટે રૂ|. ૧૧૦૦૦૦૦/-(રૂ|. અગિયાર લાખ )રાખવામાં આવ્યા છે. આ એક અપેક્ષા પણ પૂર્ણ થશે એવી આશા. સંગઠન દ્વારા વિકાસ એજ આપણો સમાંજમંત્ર બની રહો. આચાર એજ પ્રચારનું સાધન છે. આચાર અને વિચાર જીવનના કર્તવ્યોને જેટલા અનુસરશે તેટલો સમાજનો વિકાસ ઝડપી થશે.માત્ર આ એક પંક્તિ ને ધ્યાન માં રાખી ચિંતન કરશો.
"હમ ના સોચે હમે ક્યા મિલા હૈ,
હમ યે સોચે કીયા ક્યા હૈ અર્પણ"
પહેલા આપો, પછી ઈચ્છો,ટીકા ટિપ્પણીને ઘણી સામગ્રી મળી રહેશે પરંતુ પરિસ્થિતિ તો માત્ર કામ કરનાર જ જાણી શકે. આ અંકમાં કોઈ ત્રુટી દેખાઈ તો વિશાળ દિલે સ્વીકારી લેશો અને ભવિષ્યની પ્રવુત્તિઓમાં સાથ સહકાર સહયોગ દાખવશો એવી શુભ ભાવના. કેટલાંક લક્ષ્યાંકો પ્રાપ્ત કરવાની બાકી છે એને પણ
ન્યાય આપવા અવશ્ય વિચારીશું.
- લક્ષ્યાંક ૧-અંદાજીત રૂ|. ૨૦,૦૦,૦૦૦/-(વીસ લાખ)સુધી શેક્ષણિક ભંડોળ
- લક્ષ્યાંક ૨-અંદાજીત રૂ|.૩૦,૦૦,૦૦૦/-(ત્રીસ લાખ) મેડીકલ ફંડ માટે
- લક્ષ્યાંક 3-અંદાજીત રૂ|.૧0,૦૦,૦૦૦/-(દસ લાખ)સમૂહ લગ્ન નિભાવ ફંડ
- લક્ષ્યાંક ૪-અંદાજીત રૂ|.૫,૦૦,૦૦૦/-(પાંચ લાખ)યુવા મહિલા સંગઠનની પ્રવુત્તિ માટે
- લક્ષ્યાંક ૫-અંદાજીત રૂ|. ૧0,૦૦,૦૦૦/-(દસ લાખ) નિરાધાર વિધવા સહાય ફંડ
આ લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવા શાંત ચિત્તે કંઇક કરી છૂટવાની ભાવનાથી યથાશકિત પ્રયત્ન કરશો. ઇચ્છિત લક્ષ્યાંક પ્રાપ્ત કરો. તમામ ભાઈ-બહેનો દ.ગુ.કાછિયા પાટીદાર સમાજના બને એ ખુબજ આવકારદાયક છે. 'સમાજદર્પણ' નો બીજો ભાગ બહાર પડવાનું અહોભાગ્ય મને મળ્યું જે મારા જીવનનો યાદગાર પ્રસંગ બની રહેશે. આપ સૌના સહકાર-સહયોગથી આ ભગીરથ કાર્યને વેગ આપવા અને આ અંકને પ્રસ્તુત કરવા જ અર્થાગ પ્રયત્નો કર્યા છે એમનો પણ હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ સિવાય મુદ્રક શ્રી ચિન્મય જોષીનો પણ આભાર. સમાજની પ્રવુત્તિઓ માટે આપેલ દાન માટે દાનવીરોને ખુબખુબ ધન્યવાદ. દ.ગુ.કા.પા. સમાજના સૌ સભ્યો, તમામ સૌજન્ય દાતાશ્રીઓનો પણ આભાર. સમાજલક્ષી લેખ આપનારા તેમજ નામી અનામીઓનો પણ આભાર. આ પુસ્તિકાના નિરૂપણમાં કોઇપણ જ્ઞાતિજન અંગેની માહિતી આપવામાં ક્ષતી રહી ગઈ હોઈ તો તેની ઉપેક્ષા નથી જ,અમારા સંનિષ્ઠ પ્રયાસ છતાં કોઈ ઉણપ રહી ગઈ હોય તો ક્ષમા યાચના.